Aneez N. Devji

Main content

English Translation

જીવનચરિત્ર

AneezDevji રિચાર્ડ્સ બ્યુઅલ સટન એલએલપીના (Richards Buell Sutton LLP) સ્થાવર મિલકત જૂથમાં ભાગીદાર છે. Aneezને વ્યવસાયિક સ્થાવર મિલકતના તમામ પાસાઓનો અનુભવ છે અને તેમણે અનેક મહત્વપૂર્ણ સ્થાવર મિલકત સોદાઓ માટે સલાહ આપી છે. તેમની પ્રેક્ટિસમાં ફાઇનાન્સિંગ અને લીઝિંગ સહિતના વ્યવસાયિક સ્થાવર મિલકત સોદાઓના તમામ પાસાઓ શામેલ છે.

Aneezના ગ્રાહકો તેમના કાયદાકીય પ્રશ્નોના વ્યવહારુ ઉકેલો પૂરા પાડવા તેમના પર આધારરાખે છે. સોદાની રચના અને વાટાઘાટ કેવી રીતે કરવી તે અંગેનું માર્ગદર્શન પૂરું પાડવા સંભવિત સોદાના પ્રારંભિક તબક્કે સલાહ આપવા તેમને ઘણીવાર રોકવામાં આવેછે. Aneezના ગ્રાહકોમાં સંસ્થાકીય ગ્રાહકો, બેન્કો અને ખાનગી સ્થાવર મિલકત કંપનીઓ શામેલ છે. Aneezની નિમણુંક ખાનગી વિકાસકર્તાઓ અને રોકાણ પેઢીઓ દ્વારા બનાવવામાં આવેલા સંયુક્ત વાહનોના સલાહકાર તરીકે પણ કરવામાં આવી છે.

સમુદાય

Aneez 2016 – 2019 દરમ્યાન કેનેડિયન બાર એસોસિએશન (CBA) (બ્રિટીશ કોલમ્બિયા) (BC) ના બેન્કિંગ લો વિભાગના અને 2012 – 2016 દરમ્યાન સ્થાવર મિલકત વિભાગના ચૂંટાયેલા ધારાસભ્ય સંપર્ક હતા.

2014, 2016 અને 2018 માં, તેમણે સીએલઇ બ્રિટીશ કોલમ્બિયા: રિયલ એસ્ટેટ ફંડમેન્ટલ્સ ફોર લોયર્સના અભ્યાસક્રમમાં “અન્ડરટેકિંગ્સ”વિષય પર રજુઆત કરી. Aneezને 2020 માં પેસીક બિઝનેસ અને લો ઇન્સ્ટિટ્યૂટ કમર્શિયલ લીઝિંગ સેમિનારમાં હાજર રહેવા કહેવામાં આવ્યું છે.

Aneezએ પ્રોફેશનલ લીગલ ટ્રેનિંગ કોર્સ પ્રેક્ટિસ મટિરીયલ્સ (કન્વેયનસિંગ સેક્શન) માં સંશોધનો અને કન્ટિન્યુઇન્ગ લીગલ એડયુકેશન ડેસ્કબુકના અમુક પ્રકરણોમાં મદદ કરી છે.

તેઓ અગાઉ વેનકુવર કમ્યુનિટિ કોલેજ (Vancouver Community College) ના પેરાલીગલ પ્રોગ્રામ માટે કાયદાકીય સંશોધનનો અભ્યાસક્રમ ભણાવતા પ્રશિક્ષક હતા.

તેમની પ્રેક્ટિસની બહાર, Aneez તેમના પરિવાર અને કૂતરા સાથે બહાર સમય વિતાવીને સક્રિય રહે છે, અને શક્ય તેટલી વાર રમત રમે છે.